Proverbs 27

1આવતી કાલની બડાશ મારીશ નહિ,
કારણ કે આવતીકાલે શું થઈ જશે તે તું જાણતો નથી.
2બીજો માણસ તારાં વખાણ ભલે કરે, પણ તું તારે મુખે તારાં વખાણ ન કર;
બીજો કરે તો ભલે, પણ તારા પોતાના હોઠ ન કરે.

3પથ્થર વજનદાર હોય છે અને રેતી ભારે હોય છે;

પણ મૂર્ખની ઉશ્કેરણી બંને કરતાં ભારે હોય છે.
4ક્રોધ ક્રૂર છે અને કોપ રેલરૂપ છે,
પણ ઈર્ષ્યા આગળ કોણ ટકી શકે?

5છુપાવેલા પ્રેમ કરતાં

ઉઘાડો ઠપકો સારો છે.
6મિત્રના ઘા પ્રામાણિક હોય છે,
પણ દુશ્મનનાં ચુંબન ખુશામતથી ભરેલા હોય છે.

7ધરાયેલાને મધ પણ કડવું લાગે છે,

પણ ભૂખ્યાને દરેક કડવી વસ્તુ પણ મીઠી લાગે છે.
8પોતાનું ઘર છોડીને ભટકતી વ્યક્તિ
જેણે પોતાનો માળો છોડી દીધો હોય તેવા પક્ષી જેવી છે.

9જેમ સુગંધીથી અને અત્તરથી મન પ્રસન્ન થાય છે,

તેમ અંત:કરણથી સલાહ આપનાર મિત્રની મીઠાશથી પણ થાય છે.
10તારા પોતાના મિત્રને તથા તારા પિતાના મિત્રને તજીશ નહિ;
વિપત્તિને સમયે તારા ભાઈના ઘરે ન જા.
દૂર રહેતા ભાઈ કરતાં નજીકનો પડોશી સારો છે.

11મારા દીકરા, જ્ઞાની થા અને મારા હૃદયને આનંદથી ભરી દે,

જેથી મને મહેણાં મારનારને હું જવાબ આપી શકું.
12શાણો માણસ આફતને આવતી જોઈને તેને ટાળે છે,
પણ અવિચારી માણસ આગળ વધતો રહે છે અને તેને લીધે સહન કરે છે.

13અજાણ્યા માટે જામીનગીરી આપનારનું વસ્ત્ર લઈ લે

અને જો તે દુરાચારી સ્ત્રીનો જામીન થાય;
તો તેને જવાબદારીમાં રાખ.
14જે કોઈ પરોઢિયે ઊઠીને પોતાના મિત્રને મોટે સાદે આશીર્વાદ આપે છે,
તે તેને શાપ સમાન લાગશે.

15ચોમાસામાં વરસાદનું સતત વરસવું તથા

કજિયાળી સ્ત્રી એ બંને સરખાં છે.
16જે તેને રોકી શકે તે પવનને રોકી શકે,
અથવા પોતાના જમણા હાથમાં લગાડેલા તેલની સુગંધ પણ પકડી શકે.

17લોઢું લોઢાને ધારદાર બનાવે છે;

તેમ એક મિત્ર બીજા મિત્રને તેજ બનાવે છે.
18જે કોઈ અંજીરી સાચવે છે તે અંજીર ખાશે
અને જે પોતાના માલિકની કાળજી રાખે છે તે માન પામે છે.

19જેમ માણસના ચહેરાની પ્રતિમા પાણીમાં પડે છે,

તેવી જ રીતે એક માણસના હૃદયનું પ્રતિબિંબ બીજા માણસ પર પડે છે.
20જેમ શેઓલ અને વિનાશ કદી તૃપ્ત થતાં નથી;
તે જ રીતે માણસની આંખો કદી તૃપ્ત થતી નથી.

21ચાંદી ગાળવા સારુ કુલડી અને સોનાને માટે ભઠ્ઠી હોય છે;

તેમ માણસની પરીક્ષા તેની પ્રશંસા ઉપરથી થાય છે.
22જો તું મૂર્ખને ખાંડણિયામાં નાખીને ખંડાતા દાણા સાથે સાંબેલાથી ખાંડે,
તોપણ તેની મૂર્ખાઈ તેનાથી જુદી પડવાની નથી.

23તારાં ઘેટાંબકરાંની પરિસ્થિતિ જાણવાની કાળજી રાખ

અને તારાં જાનવરની યોગ્ય દેખરેખ રાખ.
24કેમ કે દ્રવ્ય સદા ટકતું નથી.
શું મુગટ વંશપરંપરા ટકે છે?
25સૂકું ઘાસ લઈ જવામાં આવે છે કે તરત ત્યાં કુમળું ઘાસ ઊગી નીકળે છે
અને પર્વત પરની વનસ્પતિનો સંગ્રહ કરવામાં આવે છે.

26ઘેટાં તારા વસ્ત્રોને અર્થે હોય છે

અને બકરાં તારા ખેતરનું મૂલ્ય છે.
વળી બકરીઓનું દૂધ તારે માટે, તારા કુટુંબને માટે
અને તારી દાસીઓના ગુજરાન માટે પૂરતું થશે.
27

Copyright information for GujULB